એક ગઝલ
લાગણીશીલતા ભર્યો સ્વભાવ લઈને જીવવું અઘરું પડે॰
પ્રેમથી આપે દીધેલ ઘાવ લઈને જીવવું અઘરું પડે,
.
આમ તો સમથલ બધી રેખાઓ ચહેરે રાખવામા વ્યસ્ત છું;
ભીતરે ઊંડી ઊતરતી વાવ લઈને જીવવું અઘરું પડે॰
આપની સોગાત વિષે કાઈ પણ કેવું નથી મજધારમાં;
આપની આ સાવ કાણી નાવ લઈને જીવવું અઘરું પડે
ક્રુષ્ણ સુદામા બન્યા તા મિત્ર એતો વાત વીતીકઈ યુગોની;
આજ એવો મિત્રતાનો ભાવ લઈનેજીવવું અઘરુંપડે.
કેટલા અનુભવ નો હું નિચોડ કહું તો કઈ વધે ના વાતમાં
આ જગત માં સ્નેહ નો ઢોળાવ લઈને જીવવું અઘરું પડે
પીયૂષ ચાવડા
કેટલા અનુભવ નો હું નિચોડ કહું તો કઈ વધે ના વાતમાં
ReplyDeleteઆ જગત માં સ્નેહ નો ઢોળાવ લઈને જીવવું અઘરું પડે
સરસ રચના.