Wednesday 16 May 2012

ગોપી ગીત


 ગોપી ગીત   

સાત આઠ સીમકાર્ડ લાવીને રાખ્યા છે શ્યામ તારે ક્યાંનું કવરેજ
બસ કેવાનુંખાલી છે એજ

ગોકુળ માં કાન તમે આવીને જુઓ આ સ્વાસોમાં ધબકે છે ટ્રેસ
સપનાનું નીતરવું ભીતર થી ભીંન્જાવું  કેમ મારે રહેવું થઈ ફ્રેશ
આંખોમાં દરિયો છે દરિયામાં સપના છે સપનામાં સેજ એવો ભેજ
 બસ કેવાનું ખાલી છે એજ


એક પણ મેસેજ નો રિપલાય ના આવે મારે એકલીએ એસએમએસ કરવા
સેલ બધા મથુરાની ઘડિયાળ ના કાઢીને આ બાજુ આવો ને ફરવા
 આંગળી ના વેઢ જેવી મોબાઇલ સ્ક્રીન મારે ભરવા છે પેજો ના પેજ
બસ કેવાનું ખાલી છે એજ

ઈ મેઈલ આઈ ડી ખીલીને બેઠી છું ક્યારેક તો ચેટિંગ માં આવો
ચાલો ચેટિંગ માં આવો ના એક વાત માનો સારો એ મેઈલ પણ ના મોકલાવો
 કેવાનું શું વધુ મારૂ તો ઠીક આખા ગોકુળ ની ભીની થઈ સેજ

              પીયૂષ ચાવડા


એક ગઝલ


                એક ગઝલ
લાગણીશીલતા ભર્યો સ્વભાવ લઈને જીવવું અઘરું પડે
 પ્રેમથી આપે દીધેલ ઘાવ લઈને જીવવું અઘરું પડે,
.

આમ તો સમથલ બધી રેખાઓ ચહેરે રાખવામા વ્યસ્ત છું;
ભીતરે ઊંડી ઊતરતી  વાવ લઈને જીવવું અઘરું પડે

આપની  સોગાત વિષે કાઈ પણ કેવું નથી મજધારમાં;
આપની આ  સાવ કાણી નાવ લઈને જીવવું અઘરું પડે

ક્રુષ્ણ સુદામા બન્યા તા મિત્ર એતો વાત વીતીકઈ યુગોની;
આજ એવો મિત્રતાનો ભાવ લઈનેજીવવું અઘરુંપડે.


 કેટલા અનુભવ નો હું નિચોડ કહું તો કઈ વધે ના વાતમાં
આ જગત માં સ્નેહ નો ઢોળાવ લઈને જીવવું અઘરું પડે

                   પીયૂષ ચાવડા